તબેલાનું દરેક કામ ઓટોમેટિક મશીનથી


- ભારત દેશની અનેક ખાસીયતોમાં પશુપાલન કરવાની પણ એક ખાસીયત રહી છે. એમાંય ગુજરાતમાં તો લગભગ બધા ગામમાં પશુપાલનનો વ્યવસાય લોકોએ શરૂ કરી દીધો છે. પહેલાના જમાનામાં લોકો માત્ર પશુઓને પોતાની જરૂરીયાત માટે રાખતા ત્યારે હવે લોકો આને મોટો વ્યવસાય માની પશુઓના દૂધ, ખાતર વગેરેમાંથી એક બિઝનેસમેનની જેમ કમાણી કરી લે છે.

ભારતની વર્ષો જૂની પશુપાલનની પરંપરા સાથે જોડાયેલા રહીને આધુનિકીકરણ કરવા એક સાહસિક ગુજરાતીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યાં બાદ અફકોર્સ કોઈ સારી લાઈન લઈને નોકરીએ લાગી જાય પણ ગુજરાતના આ સાહસિકે તો પોતાની સૂઝથી અલગ જ ચીલો પાડ્યો અને તૈયાર કર્યો હાઈટેક તબેલો. તબેલાને સફળતાપૂર્વક ચલાવ્યા પછી એક કંપનીને સોંપી દીધો અને પોતે હવે એવો બીજો તબેલો તૈયાર કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ સાહસિક માણસ કહે છે, હું પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં આધુનિક ટેક્નોલોજી જોડવા માગું છું.

પશુપાલન વડે પણ ઉત્તમ નાણા મેળવી શકાય તે વાત સાબિત સાર્થક કરતા આ માણસે પોતાની સૂઝને આધારે તૈયાર કરેલા આ હાઈ-ટેક ડેરી ફાર્મમાં 1000 ગાયો હોવા છતાં ગાયોને સંભાળ, દૂધ ઉત્પાદન, એડમિશનિસ્ટ્રેશન અને માર્કેટિંગ સહિતની તમામ કામગીરી માટે માત્ર 22 માણસોને સ્ટાફ કામ કરતો હતો.

પશુપાલન અને દૂધનો (ડેરી) વ્યવસાય આપણે ત્યાં સદીઓ જૂનો છે. મહાભારતના કૃષ્ણ જ્યાં જન્મ્ય તે ગોકુળ ગામના લોકો પશુપાલન અને દૂધ તથા દહીં, માખણ, ઘી વગેરેનો જ વ્યવસાય કરતાં હતાં. ગુજરાતમાં આણંદ ખાતે ડો. કુરિયને દૂધ ઉપ્તાદન કરતાં લોકોની મંડળીઓ બનાવીને તેમને સંગઠિત કરીને અમૂલ ડેરીની સ્થાપના કરી તેથી શ્વેત ક્રાંતિ થઈ હતી. અમૂલમાં દૂધને પ્રોસેસ કરવા, પેક કરવા, વિવિધ ઉત્પાદનો બનાવવા અત્યાધિનુક મશીનો કામે લગાડવામાં આવ્યાં હતાં, પરંતુ પશુપાલન અને દૂધ દોહવાનું કામ તો ઘરઘરાક લોકો દ્વારા પરંપરાગત રીતે હાથથી જ કરવામાં આવતું હતું.

Divya Bhaskar
Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts